સરદાર સરોવર ડેમની સપાટીમાં ઘટાડો થતાં આજથી ખેડૂતોને સિંચાઇનું પાણી આપવાનું બંધ
Live TV
-
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ડેમની સપાટી 105.81 મીટર થઇ ગઇ છે.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ડેમની સપાટી 105.81 મીટર થઇ ગઇ છે. આજથી ખેડૂતોને પાણી આપવાનું બંધ કરાશે. નોંધનીય છે કે પીવાના પાણી માટે હાલ કોઇ ફેરફાર કરાયો નથી. ત્યારે ઉનાળાના પ્રારંભે સિંચાઈના પાણી પર કાપ મૂકાતા ખેડૂતોમાં ચિંતા વધી છે. બીજી તરફ આઇ.બી.પી. ટર્નલ માંથી પણ પાણીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આઇ.બી.પી. ટર્નલમાંથી ,9500 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા નદીમાં ગોડબોલે ગેટમાંથી ,500 ક્યુસેક પાણી ,છોડાઈ રહ્યું છે. ડેમમાં પાણીની આવક ,2574 ક્યુસેક નોંધાઇ છે. નર્મદા કેનાલમાં ,9 હજાર ક્યુસેક પાણી ,છોડવામાં આવી રહ્યું છે.