GSRTCએ લીધો ઐતિહાસિક નિર્ણય
Live TV
-
વર્ગ-3 અને વર્ગ-4ના 10 હજાર કર્મચારીઓ માટે 15 માર્ચના રોજ યોજાશે ઓપન હાઉસ.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના 10 હજાર જેટલા વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓ પ્રત્યે માનવીય અભિગમ દાખવ્યો છે. તેમની સામે અતિ ગંભીર ગુનાહોના કેસોમાં તા.15 માર્ચેના રોજ જાહેર કાર્યક્રમો દ્વારા ઓપન હાઉસમાં સમીક્ષા કરવામાં આવશે. તેમજ જરૂર પડે તો હળવી શિક્ષા કરી કેસોનો નિકાલ કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. એસ.ટી. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના સચિવનું કહેવું છે કે નિગમના 16 વિભાગો અને 125 ડેપોમાં ફરજ બજાવતાં જુદા જુદા કર્મચારીઓ સામે અતિગંભીર ન હોય તેવા વિવિધ ગુન્હાઓ અને ખાતાકીય કાર્યવાહી ચાલતી હોવાથી કર્મચારીઓ માનસિક તાણ અનુભવતા હોઇ તેમની ફરજની કામગીરી પર અસર થાય છે. ભવિષ્યમાં આવા ગુન્હા ન થાય અને કર્મચારીઓ સજાગ થાય અને તેમને સુધરવાની તક મળે. તેવુ શુભ આશયથી ઇતિહાસમાં પ્રથમ વખત માનવીય અભિગમ દાખવી કેસોની સમીક્ષા કરશે અને જરૂર પડ્યે હળવો દંડ કરવામાં આવશે. જેના દ્રારા કેસોના નિકાલ કરવામાં આવશે.