વિધાનસભામાં મારામારી, ત્રણ ધારાસભ્યોને કરાયા સસ્પેન્ડ
Live TV
-
પ્રતાપ દૂધાત અને અમરીશ ડેરને ત્રણ વર્ષ તો બળદેવજી ઠાકરને એક વર્ષ માટે સસ્પેન્ડ.
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન આજે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે બોલાચાલી બાદ મારમારી થતાં અધ્યક્ષે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને અમરીશ ડેરને ત્રણ સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકરને એક વર્ષ માતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યને પ્રશ્ન પૂછવા ન દેવાતા મામલો ગરમાયો હતો. આક્ષેપ-પ્રતિઆક્ષેપ બાદ નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને માર માર્યો હતો.
આ બનાવ બાદ અધ્યક્ષે તાત્કાલિક ગાંધીનગર જિલ્લાના ડીએસપીને ઘટનાની જાણ કરી હતી. આ સમગ્ર ઘટના વિધાનસભાની કાર્યવાહીના ટીવી દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહા છે. આ બનાવ બન્યો તે સમયે વિધાનસભામાં બેઠેલા તમામ ધારાસભ્યો સ્તબ્ધ થઈ ગયા હતા. તમામને ગૃહની બહાર લઈ જવામાં આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ માઇકની મારામારી થઈ હતી. વિક્રમ માડમે પણ માઈક તોડયું હતું.