Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શનિવારે વડોદરામાં શહેરી અને ગ્રામીણ વિસ્તારના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

Live TV

X
  • કાર્યક્રમોની તૈયારી માટે જિલ્લા પ્રશાસન ખડે પગે રહેશે.

    મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં શનિવારે વડોદરા જિલ્લાના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેકટર પી.ભારતીએ જિલ્લા પ્રશાસન સાથે સંકળાયેલા વિવિધ વિભાગોની બેઠક યોજીને ફરજોની સોંપણી કરવાની સાથે સંકલનનું માર્ગદર્શન આપ્યું હતું. તેમજ વધુમાં જણાવ્યું હતું કે રમતને એકેડેમીક શિક્ષણ સાથે જોડવાના હેતુસર મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યમાં અને  દેશમાં તેના પ્રકારની સર્વપ્રથમ કહી શકાય તેવી સ્પોર્ટસ યુનિવર્સિટી સ્થાપવાનો પહેલરૂપ નિર્ણય લીધો હતો. તેના પગલે સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીનીસ્થાપના કરવામાં આવી છે અને તેના વડામથક માટે રમતો અને રમતવીરોનો ઉજ્જવળ વારસો ધરાવતા વડોદરા જિલ્લાના ડેસર તાલુકા મથકની પસંદગી કરવામાં આવી છે. શનિવારે બપોરબાદ મુખ્યમંત્રી સર્વપ્રથમ તો ડેસર ખાતે નિર્ધારીત જગ્યા પર સ્પોર્ટસ યુનિવર્સિટીના વિશાળ સંકુલ અને રમતવીરો માટે સુવિધાજનક છાત્રાવાસના નિર્માણનો શિલાન્યાસ કરાવશે.

    આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની સાથે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, ખેલ રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ અને ધારાસભ્યયો ઉપસ્થિત રહેશે. તેમજ ખેલ પ્રતિભા પુરસ્કાર અને ગૌરવ પુરસ્કારો પ્રદાન કરાશે. આ ઉપરાંત મહારાજા સયાજીરાવ ગાયકવાડે ૧૯૨૧માં બંધાવેલી કોઠી કચેરીમાં હાલમાં કલેકટર કચેરી કાર્યરત છે. રાજ્ય સરકારે વેકસીન ઇન્સ્ટીટ્યુટ પરિસરમાં અદ્યતન સુવિધાઓથી સુસજ્જ નવીન જિલ્લા મહેસુલ ભવન બનાવવાનું આયોજન કર્યું છે. જ્યાં હાલની કલેકટર કચેરીનું સ્થળાંતર કરાશે. ડેસરથી વડોદરા આવ્યા બાદ મુખ્યમંત્રી તેના નિર્માણનો શિલાન્યાસ કરાવશે. વડોદરાના દૂરંદેશી રાજવીએ શહેરની મધ્યમમાં વડોદરા રાજ્યની અદાલત માટે મહેલનુમા ભવ્ય ઇમારત બાંધીને, તેને ન્યાયમંદિર એવું ગૌરવભર્યુ નામ આપ્યું હતું. આ સ્થળે હાલમાં જિલ્લા અદાલત કાર્યરત છે. વિકાસની સાથે અદાલતો, પક્ષકારો અને વકીલશ્રીઓની વધેલી સંખ્યાની સામે ઉપરોક્ત ઇમારત વામણી પુરવાર થતા, અને ન્યાયમંદિરની આસપાસ ટ્રાફિકની ગીચતા વધતા રાજ્ય સરકારે વેકસીન ઇન્સ્ટીટયુટ પરિસરમાં જ જિલ્લા અદાલતની ભવ્ય અને ગરિમાળ ઇમારતનું નિર્માણ કર્યું છે. મુખ્યમંત્રી રાજ્યની વડી અદાલતના ચીફ જસ્ટીસની સાથે તેનું પણ લોકાર્પણ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply