અંબાજીમાં આરોગ્ય બાબતે આંદોલન
Live TV
-
અંબાજી હોસ્પિટલમાં સારવાર કરવા માટે ડૉકટરો જ નથી.
યાત્રાધામ અંબાજીમાં આરોગ્ય બાબતે દવાખાનામાં અપૂરતી સુવિધાના પગલે આંદોલનના ઉઠવાની શકયતાઓ ઊઠી રહી છે. અંબાજી ભારતમાં મોટું તીર્થ સ્થળ છે. જ્યાં અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે હોસ્પિટલ બનાવવામાં આવી હતી. પરંતુ અંબાજીની આસપાસ બનતા અકસ્માતોના બનાવ કે પછી મહિલાઓને લગતી કોઈ બીમારી માટે પૂરતા કોઈ ડોકટરો જ નથી છેલ્લા કેટલાક સમયથી અંબાજીમાં 30 થી 45 વયના અનેક યુવાનો હાર્ડ-અટેકના લીધે મોતને ભેટ્યા છે. જેના આક્રોશને લઇને અંબાજીના યુવાનો દ્વારા એક લોખિત રક્ષક સમિતિ બનાવી. અંબાજીની હોસ્પિટલમાં પૂરતી સુવિધા મળી રહે તે માટે આંદોલનના મંડાણ કર્યા છે. જેને લઇને વહીવટી તંત્રને વારંવાર આવેદન પત્ર આપી રજુઆત કરાઈ હતી. પણ તેનો કોઈ ઉકેલ નહિ આવતા અંબાજી બંધનું એલાન અપાયું હતું. જેને લઇને આજે વહેલી સવારથી જ અંબાજીના તમામ બજારો બંધ જોવા મળી હતી. અંબાજી હોસ્પિટલના સારવારના પ્રશ્નોને કાયમી ઉકેલ નહીં કરવામાં આવે તો આત્મ વિલોપનની ચીમકી પણ આપવામાં આવી છે.