ગેરકાયદેસર ખનન કરનાર સામે લેવાશે પગલા
Live TV
-
ઈડરના પથ્થરો ચોરી છૂપીથી રાજસ્થાનની ગ્રેનાઈટ ફેકટરીમાં પોલિશ કરીને ઊંચી કિંમતે વેચાણ કરવામાં આવે છે.
અરવલ્લીની ગિરિમાળામાં આવેલો ઈડરીયો ગઢ તેની સુંદરતા ગુમાવી રહ્યો છે. જે પથ્થરો ગઢની શોભા બની રહ્યા છે, તે પથ્થરોનું લીઝ દ્વારા બ્લાસ્ટીંગ કરી ખનન થઈ રહ્યું છે. જેનાથી તેની સુંદરતા લુપ્ત થતી જાય છે. ઈડરના પથ્થરો ચોરી છૂપીથી રાજસ્થાનની ગ્રેનાઈટ ફેકટરીમાં પહોંચે છે. જ્યાં પોલિશ કરીને પથ્થરનું ઊંચી કિંમતે વેચાણ થાય છે. ઈડરના પથ્થરોનું સ્થળાંતર થતાં ગઢની સુંદરતા રમણીયતા નષ્ટ થઈ રહી છે. આ અંગે ભૂસ્તર શાસ્ત્રી ટી.જે.પટેલે ગેરકાયદે ખનન કરનાર સામે પગલાં ભરવા ખાતરી આપી છે.