ડોળાસા ગામે ટેકાના ભાવે મગફળી નહિ ખરીદતા ખેડુતોએ કર્યો હોબાળો
Live TV
-
મિલમાંથી મગફળી ભરેલા 6 ટ્રેકટરો ઝડપાયા.
કોડીનારના ડોળાસા ગામે સરકાર દ્વારા વસુંધરા એગ્રિકલ્ચર પ્રોડ્યુસ સહકારી મંડળી નામની ખાનગી મંડળીને ટેકાના ભાવે મગફળી ખરીદવા કામ સોંપવામાં આવ્યું છે. પરંતુ ગત 9મી માર્ચથી મંડળીએ તોલ કરવાનું બંધ કર્યું હતું, જેના કારણે 100 થી વધુ ખેડૂતો પોતાની મગફળી વેચી શક્યા નહોતા. પરિણામે ખેડૂતોએ હોબાળો મચાવી ચક્કાજામ કર્યો હતો. બીજી તરફ કોડીનાર એપીએમસીના ચેરમેન સુભાષ ડોડીયા અને કોડીનાર સંઘના ચેરમેન દિલીપ મોરીએ, ઉનાના સીમાસી ગામેથી રાજારામ જિનિંગ મિલમાંથી મગફળી ભરેલા 6 ટ્રેક્ટોરોને તોલ કરતા ઝડપી પાડયા હતા. તેમણે વસુંધરા એગ્રિકલ્ચર પર ગેરકાનૂની રીતે તોલ કરાવાતો હોવાનો આક્ષેપ કર્યો હતો. સામા પક્ષે મંડળીના સંચાલકોએ સ્વબચાવ કરતા કહ્યું, કે તેઓ સરકારની ગાઈડ લાઈન મુજબ ટેકાના ભાવે મગફળી ખરીદી રહયા છે. તેમને ખોટી રીતે નિશાન બનાવી હેરાન કરાઇ રહ્યા છે. દરમિયાન ઉના મામલતદારે સીમાસીની મિલમાંથી ગુજકોમાસોલના સિમ્બોલ વાળી 140 બોરી મળી આવતા તપાસ શરૂ કરી છે.