વિધાનસભામાં ધારાસભ્યો વચ્ચે મારામારી
Live TV
-
વિક્રમ માડમ એક દિવસ માટે અને પ્રતાપ દૂધાત સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરાયા.
ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર દરમિયાન આજે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય વચ્ચે બોલાચાલી બાદ મારમારી થતાં અધ્યક્ષે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતને આ સત્ર સુધી સસ્પેન્ડ કર્યા છે. આ સાથે જામખંભાળિયાના વિક્રમ માડમ અને અમરીશ ડેરને પણ સસ્પેન્ડ કર્યા છે. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યને પ્રશ્ન પૂછવા ન દેવાતા મામલો ગરમાયો હતો. આક્ષેપ - પ્રતિઆક્ષેપ બાદ નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને માર માર્યો હતો.
આ બનાવ બાદ અધ્યક્ષે તાત્કાલિક ગાંધીનગર જિલ્લાના ડીએસપીને ઘટનાની જાણ કરી હતી. આ સમગ્ર ઘટના વિધાનસભાની કાર્યવાહીના ટીવી દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહા છે. આ બનાવ બન્યો તે સમયે વિધાનસભામાં બેઠેલા તમામ ધારાસભ્યો સ્તબ્ધ થઈ ગયા હતા. તમામને ગૃહની બહાર લઈ જવામાં આવ્યા હતા.
કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ માઇકની મારામારી થઈ હતી. વિક્રમ માડમે પણ માઈક તોડયું હતું. વિક્રમ માડમ એક દિવસ માટે અને પ્રતાપ દૂધાત સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ દરમિયાન અધ્યક્ષે બન્ને ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવાનો આદેશ કરી ગૃહ 15 મિનિટ મુલતવી રાખી હતી.