ભચાઉના ચિરઈ ગામ નજીક નર્મદા પાઈપ લાઈનમાં પડેલ ભંગાણનું સમારકામ પૂર્ણ
Live TV
-
ભચાઉના ચિરઈ ગામ નજીક નર્મદા પાઈપ લાઈનમાં પડેલ ભંગાણનું સમારકામ પૂરૂં થતાં તંત્રે હાશકારો અનુભવ્યો છે.
ભચાઉના ચિરઈ ગામ નજીક નર્મદા પાઈપ લાઈનમાં પડેલ ભંગાણનું સમારકામ પૂરૂં થતાં તંત્રે હાશકારો અનુભવ્યો છે. પાણીનો બગાડ હવે અટકાઈ ગયો છે. સડી ગયેલી જૂની પાઈપલાઈનમાં લીકેજ થતાં સોમવારે રાત્રે પાણી બંધ કરવામાં આવ્યું હતું. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં, સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલ ડેમની સપાટી 105.94 મીટર છે, અને પાણીની આવક બંધ છે. હાલ ITBP ટનલમાંથી, 10,397 ક્યુસેક પાણી છોડાઈ રહ્યુ છે. નર્મદા નદીમાં ગોડબોલે ગેટમાંથી 620 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા કેનાલમાં 9,319 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. દિવસે દિવસે ઘટતી જતી જળસપાટી એક તરફ ચિંતાનો વિષય છે.