વેરાવળ અને કચ્છના મુન્દ્રા બંદર પર વાવાઝોડાની આગાહી
Live TV
-
માછીમારોને દરિયો નહિ ખેડવા કરાઇ તાકીદ.
હવામાન વિભાગની આગાહી મુજબ ગીર સોમનાથના વેરાવળ બંદર પર એક નંબરનું સિગ્નલ ચડાવવામાં આવ્યું છે. તેમજ અરબી સમુદ્રમાં વાવાઝોડાની આગાહી કરી છે. દરિયા કિનારાના વિસ્તારમાં રહેતા માછીમારોને હવામાનમાં જોખમ જણાય તો નજીકના બંદરો પર બોટો લાંગરી દેવા સુચના આપવામાં આવી છે. તેમજ માછીમારોને દરિયો નહિ ખેડવા સુચના આપવામાં આવી છે.
જયારે કચ્છના મુન્દ્રા બંદર પર એર નંબરનું સિગ્નલ ચડાવવામાં આવ્યું છે. અરબી સમુદ્રમાં ડિપ્રેસન અને સી-કરંટના કારણે GMBના આદેશથી એક નંબર સિગ્નલ ચડાવવામાં આવ્યું છે.