ભાજપ અને કોંગ્રેસના તમામ ફોર્મ મંજુર
Live TV
-
16 માર્ચ સુધીમાં ઉમેદવારી પત્રક ફોર્મ પરત ખેચી શકાશે
ગુજરાતમાંથી રાજ્યસભા માટેની ચાર બેઠકો માટે બંને રાષ્ટ્રીય પક્ષો તરફથી ભરાયેલા બે-બે ઉમેદવારો એમ કુલ મળીને ચારેય ઉમેદવારોના ફોર્મ યોગ્ય ભર્યા છે. રાજ્યસભા માટે ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસે ગુજરાતમાં ભાજપમાંથી બે કેન્દ્રીય મંત્રીઓ - પરશોતમ રૂપાલા અને મનસુખ માંડવીયાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. જ્યારે કોંગ્રેસમાંથી પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણ રાઠવા અને પ્રદેશ પ્રવક્તા અમીબેન યાજ્ઞિકે ફોર્મ ભર્યા હતાં. એ ઉપરાંત ભાજપા તરફથી એક ત્રીજું ફોર્મ અને કોંગ્રેસના ટેકાથી એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ ભરાયું હતું. આ બંન્ને ફોર્મ પણ માન્ય ઠર્યા છે. તેમાં બંન્ને ફોર્મ પરત ખેંચાશે તો ચૂંટણી યોજાવાની શક્યતા રહેશે નહીં. ઉલ્લેખનીય છે, કે 16 માર્ચ ને સોમવારે નામાંકન પરત લેવાની અંતિમ તારીખ છે. તેમાં જરૂર પડી તો મતદાન 23 માર્ચ શુક્રવારના રોજ થશે.
કોંગ્રેસના નારણ રાઠવાના ફોર્મ મુદ્દે ભાજપાએ વાંધો ઉઠાવતાં શક્તિસિંહ ગોહિલે આ બાબતે પોતાનો મત દર્શાવ્યો હતો. જોકે ભાજપાએ પણ આ મુદ્દાને કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ લઇ જવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.