દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 118 અનાથ બાળકોને શોધી કઢાયા
Live TV
-
નાણાંકીય સહાય આપવાની જોગવાઇ કરી, જિલ્લામાં બાળ અદાલત અને બાળ સમિતીની રચના પણ થોડા સમયમાં કરાશે.
દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા ખાતે જિલ્લા બાળસુરક્ષા એકમ-દેવભૂમિ દ્વારકા દ્વારા 'બાળ સુરક્ષા યોજના અને કાયદો' અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર ડોડિયાની અધ્યક્ષતામાં યોજાયેલ કાર્યક્રમમાં બાળકો દ્વારા થતી ગુનાખોરી અને તેને શિક્ષા અંગે ચર્ચા કરવામાં આવી હતી. તાલીમ લેનાર અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પ્રજાપતિએ જુવેનાઈલ જસ્ટીસ એકટ-2015 અને જાતીય ગુનાઓ સામે રક્ષણ આપતો અધિનિયમ -2012 અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. બાળકોના રક્ષણ, શિક્ષણ તથા દત્તક લેવા અંગેના કાયદાની પણ સમજ આપી હતી તથા બાળકોના ગુન્હા અને તેની સજા અંગેની જોગવાઇઓની માહિતી આપી હતી. મોરીએ જણાવ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 118 અનાથ બાળકોને શોધી કઢાયા છે. જેને નાણાંકીય સહાય આપવાની જોગવાઇ પણ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાળ અદાલત અને બાળ સમિતીની રચના પણ થોડા સમયમાં કરવામાં આવશે.