Skip to main content
Settings Settings for Dark

રાજ્યપાલના હસ્તે ત્રણ પુસ્તકનું વિમોચન

Live TV

X
  • આ ત્રણેય પુસ્તકો સાહિત્યને વધારે સમૃદ્ધ બનાવનારા પુસ્તકો છે. સારા પુસ્તકો હમેંશા સમાજજીવનમાં માર્ગદર્શક બને છે : રાજ્યપાલ

    ગાંધીનગર ખાતે રાજ્યપાલ ઓ.પી. કોહલીના હસ્તે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાયેલા સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 'મન કી બાત', 'એક્ઝામ વોરિયર્સ' પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્યપાલે નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આપેલા વક્તવ્યોના સંકલન 'ચિંતન શિબિર'નું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, આ ત્રણેય પુસ્તકો સાહિત્યને વધારે સમૃદ્ધ બનાવનારા પુસ્તકો છે. સારા પુસ્તકો હમેંશા સમાજજીવનમાં માર્ગદર્શક બને છે. 
         
           'એક્ઝામ વોરિયર્સ' પુસ્તકને, તેમણે વિદ્યાર્થીઓને, પરીક્ષાઓના ભયથી મુક્ત બનાવનારા અકસીર મંત્ર તરીકે ઓળખાવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે અગાઉના શાસનોમાં જે વ્યવસ્થાઓ પ્રશ્નો આધારિત હતી. તે ઈતિહાસ બદલીને જનહિત આધારિત વિકાસની નવી પરિભાષા પ્રધાનમંત્રીએ આપી છે. આ પ્રસંગે પુસ્તકના સંકલનકર્તા ભાગ્યેશ જહા, હિતેશ જૈન અને વરુણ માયરાએ પુસ્તકોની સમાજજીવનમાં અગત્યતા અંગે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
apply