વિધાનસભામાં ખેડુતોના પાકને લઇને કરાયા પ્રશ્રનો
Live TV
-
બંન્ને પક્ષોના ધારાસભ્યોએ કિટ્સ વિતરણ, વીમા, સમૂહ તાર ફેન્સીંગ જેવી યોજનાઓ પર આમને સામને.
વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળ દરમ્યાન, કૃષિ અને સહકાર વિભાગની માંગણી અંગે ચર્ચા ચાલતી હતી. ભાજપના ધારાસભ્યો એક જ વાત કરતા હતા, કે તેમણે ખેડૂતોની આવક બમણી કરી છે. જ્યારે ગોવિંદભાઈ પટેલના ઉત્તરના જવાબમાં કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ જણાવ્યું હતું, કે ખેડૂતોને એપીએમસીમાં જઈને પૂછો, કે તેમને પોષણક્ષમ ભાવો મળે છે ખરા ? જ્યાં ત્યાં ભ્રષ્ટાચાર થાય છે, પણ ખેડૂતને ફાયદો થતો નથી. વીરજીભાઈ ઠુમ્મરે જણાવ્યું હતું, કે કિટ્સ વિતરણ, પાક વીમા, સમૂહ તાર ફેન્સીંગ જેવી યોજનાઓમાં કમિશનો લેવાય છે. કૃષિમંત્રી આર.સી.ફળદુને બોલવા ન દેતાં, વીરજી ઠુમ્મરને અધ્યક્ષે એક દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા. જેના વિરોધમાં કોંગ્રેસના સભ્યો વેલમાં ધસી ગયા હતા. અને ત્યારબાદ વોક આઉટ કરી હયા હતા.