પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાના ફોર્મનો સ્વીકાર
Live TV
-
16 માર્ચ સુધીમાં ઉમેદવારી પત્રક ફોર્મ પરત ખેચી શકાશે.
ગુજરાતમાંથી રાજ્યસભા માટેની ચાર બેઠકો માટે, બંને રાષ્ટ્રીય પક્ષોએ પોતાના બે-બે ઉમેદવારોના ફોર્મ ભરી દીધાં છે. રાજ્ય સભા માટે ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસે, ગુજરાતમાં ભાજપમાંથી બે કેન્દ્રીય મંત્રીઓ - પરશોતમ રૂપાલા અને મનસુખ માંડવીયાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. જ્યારે કોંગ્રેસમાંથી પૂર્વ કેન્દ્રીય મંત્રી નારણ રાઠવા, અને પ્રદેશ પ્રવક્તા અમીબેન યાજ્ઞિકે ફોર્મ ભર્યા હતાં. એ ઉપરાંત ભાજપ તરફથી એક ત્રીજું ફોર્મ, અને કોંગ્રેસના ટેકાથી એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ ભરાયું છે. અત્યારે આ તમામ ફોર્મની ચકાસણી ચાલી રહી છે. જોકે ચકાસણી દરમ્યાન ભાજપના પરષોતમ રૂપાલા અને કોંગ્રેસના નારણ રાઠવાના ફોર્મ બાબતે, એમના ટેકેદારો દ્વારા સામસામી આક્ષેપબાજી થઇ રહી હતી. પરંતુ ચકાસણી બાદ પુરૂષોત્તમ રૂપાલાનું અને મનસુખ માંડવિયાના ફોર્મનો સ્વીકાર થઈ ચૂક્યો છે. ઉલ્લેખનીય છે, કે 16 માર્ચ ને સોમવારે નામાંકન પરત લેવાની અંતિમ તારીખ છે. અને જો જરૂર પડી તો મતદાન 23 માર્ચ શુક્રવારના રોજ થશે.