સાંસ્કૃતિક નગરી વડોદરામાં NICA સંઘ દ્વારા પોલો ગ્રાઉન્ડ ખાતે 43મી રામલીલા સહીત રાવણ દહનનો કાર્યક્રમ
Live TV
-
'નોર્થ ઈન્ડિયા કલ્ચરલ એસોસિએશન' દ્વારા દશેરાના દીવસે 43મી રામલીલા અને રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેની વિગતો આપવા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં નિકના પ્રમયઝ, પી.કે.ગુપ્તા, દિગ્દર્શક અને લેખક શશીકાંત દાસ સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
'ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ' લગભગ 5 દાયકાઓથી સાંસ્કૃતિક નગરી વડોદરામાં રામલીલા સહીત રાવણ દહનનો કાર્યક્રમ યોજી રહ્યું છે. આ એસોસિએશન સંસ્કૃતિના સંરક્ષણ તેમજ આરોગ્ય, શિક્ષણ અને સ્વચ્છતા માટે કામ કરી રહ્યું છે. ત્યારે આ વર્ષે પણ NICA સંઘ દ્વારા પોલો ગ્રાઉન્ડ ખાતે 43મી રામલીલા અને રાવણ દહન યોજવામાં આવનાર છે.
ઉત્તર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા આયોજિત રામલીલાનું દિગ્દર્શન અને લેખન શશીકાંત દાસ દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમાં કલાકારોમાં બદલાવ થયા કરે છે. રામલીલામાં છેલ્લા 17 વર્ષથી શહેરનો મુસ્લિમ કલાકાર આબીદ શેખ લક્ષ્મણ નું ભૂમિકા ભજવી રહ્યો છે, જ્યારે તે આ વર્ષે વિભીષણની ભૂમિકા ભજવી રહ્યો છે.
આગ્રાથી આવેલા 21 કારીગરો દ્વારા એક મહિનાની મહેનત બાદ રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળા તૈયાર કરીને પોલો ગ્રાઉન્ડ ખાતે નિયત સ્થળે મુકવામાં આવ્યા છે.
