રાજપીપલા ખાતે હરિસિદ્ધિ માતાજી મંદિરે રાજવી પરિવાર દ્વારા 457 વર્ષથી હવન કરવાની પરંપરા યથાવત
Live TV
-
રાજપીપલા ખાતે ઐતિહાસિક હરિસિદ્ધિ માતાજી મંદિરે રાજવી પરિવાર દ્વારા 457 વર્ષથી આસો સુદ નોમના દિવસે હવન કરવામાં આવી રહ્યો છે. હાલ 8મી પેઢી દ્વારા આ નોમનો હોમ-હવન કરવામાં આવ્યો છે.
રાજા વેરીસાલજી ઉજ્જૈનથી માં હરસિદ્ધિને સાક્ષાત રાજપીપલા લાવ્યા હતા. તે સમયથી શારદીય નવરાત્રીમાં અહીં મેળો ભરાઈ છે. માતાજીના મંદિરે દિવસમાં 3 વાર આરતી કરવામાં આવે છે. હરસિદ્ધિ મંદિરે આઠમ-નોમનું ખુબ મહત્વ છે. ખાસ નોમના દિવસે રાજપીપલાના મહારાજા રઘુવીરસિંહજી, યુવરાજ અને રાજવી પરિવારના સભ્યો દ્વારા બ્રાહ્મણોની હાજરીમાં હોમ-હવન કરવામાં આવે છે.
12 બ્રાહ્મણો દ્વારા આ હવનમાં આહુતિ આપવામાં આવે છે. શાસ્ત્રોક્ત રીતે સવારે મહારાજાની હાજરીમાં હોમની શરૂઆત કરવામાં આવે છે અને સાંજે સૂર્યાસ્ત પેહલા નારિયળ હોમીને યજ્ઞની પુર્ણાહુતી કરવામાં આવે છે.
