સાબરકાંઠાનાં સામાજિક કાર્યકર સુરેશ સોનીને કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ એનાયત
Live TV
-
સાબરકાંઠાનાં સામાજિક કાર્યકર સુરેશ સોનીને કેન્દ્ર સરકારે પદ્મશ્રી એવોર્ડ એનાયત કર્યો છે. સુરેશ સોનીને આ સન્માન કુષ્ઠ રોગીઓની સારવાર, મનોદિવ્યાંગો, પ્રજ્ઞાચક્ષુઓ, HIV અને અનાથ લોકોની સેવા બદલ આપવામાં આવી રહ્યું છે.
સુરેશ સોની સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર નજીક છેલ્લા 36 વર્ષથી 'સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ' નામની સંસ્થા ચલાવે છે.આ સાથે સહયોગ નામથી એક આખું ગામ પણ વસાવ્યું છે. જ્યાં કુષ્ઠ રોગથી પીડાતા લોકોની સારવાર કરવામાં આવે છે