તાપીના બાજીપુરામાં રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી
Live TV
-
તાપી જિલ્લાના બાજીપુરામાં રાજયકક્ષાના પ્રજાસતાક પર્વની ઉજવણીમાં રાજયપાલ આચાર્ય દેવવ્રતે તિરંગો ફરકાવીને સલામી આપી હતી. ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી, આ અવસરે રાષ્ટ્રધ્વજ ઉપર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. ત્યાર બાદ રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી દ્વારા પરેડનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં મરિન કમાન્ડો, ચેતક કમાન્ડો ,એસઆરપી સહિતના પોલીસ જવાનોની પ્લાટુનની પરેડ માર્ચે આકર્ષણ જમાવ્યું હતું. શ્રેષ્ઠ પરેડ પ્લાટુનને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અને મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સન્માનિત કરવામાં આવી હતી.