સાબરકાંઠામાં સતત વરસાદને પગલે ખેડવા ડેમ ઓવરફ્લો થયો, ખેડૂતોમાં ખુશી
Live TV
-
હરણાવ નદી બે કાંઠે વહેવા લાગી
સાબરકાંઠામાં છેલ્લા ત્રણ દિવસથી થઈ રહેલા વરસાદને પગલે ખાસ કરીને ખેડબ્રહ્મા તેમજ બીજા અનેક વિસ્તારમાં ખેડવા ડેમ સહિત હરણાવ નદી બે કાંઠે થતા સ્થાનિક ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.. જિલ્લામાં ઉપરવાસ તેમજ રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે ખેડવા ડેમ હાલમાં ઓવર ફલો થયો છે તેમજ તેના બે દરવાજા ખોલાતા નદી બે કાંઠે વહેવા લાગી છે સાથોસાથ વિજય નગર વિસ્તારમાં પણ છેલ્લા ૨૪ કલાકથી બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા હવે હરણાવ નદી પણ બે કાંઠે વહેવા લાગી છે જેના પગલે સ્થાનિક વિસ્તારોમાં ખાસ કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે જોકે સમગ્ર ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાતી ધરોઇ જળાશય યોજનામાં બંને નદીઓમાં ભારે પુર આવતા જળસ્તરમાં વધારો થવાની સંપૂર્ણ સંભાવનાઓ છે.
