Skip to main content
Settings Settings for Dark

સામૂહિક વન નિર્માણ યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષમાં મોડાસામાં 1.17 લાખથી વધુ રોપાઓનું વાવેતર કરાયું: વન અને પર્યાવરણ મંત્રી

Live TV

X
  • ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે સામૂહિક વન નિર્માણ યોજના અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં વર્ષ 2021-22 માં 53,111અને વર્ષ 2022-23માં 64,222 મળી કુલ 1,17,333 જેટલા રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, વૃક્ષોના વાવેતર માટે વર્ષ 2021-22 માં 42.89 લાખ અને વર્ષ 2022-23 માં 58.23 લાખ મળી બે વર્ષમાં કુલ 101.12 લાખ ખર્ચ કરવામાં આવ્યો છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, આ રોપાઓમાં મુખ્યત્વે અરડુશા, નીલગીરી, લીમડા, દેશીબાવળ, કરંજ, જામફળી, ખાટી આમલી, સીસુ, સીરસ અને પેલટોફોમૅ વગેરે જાતના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2025 Max Temp : °C Min Temp : °C
apply