Skip to main content
Settings Settings for Dark

સાયન્સ સિટીમાં ઉમેરાશે વધુ આકર્ષણો, ડિફેન્સ ગેલેરી, એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સની ગેલેરી થશે શરુ

Live TV

X
  • આગામી સમયમમાં અમદાવાદની સાયન્સ સીટી ખાતે ડિફેન્સ ગેલેરી, એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સની ગેલેરી શરુ થશે. વિશ્વ પ્રસિદ્ધ ટાઈમ મેગેઝીનના 50 ફરવાલાયક સ્થળોમાં સ્થાન પામેલી અમદાવાદ ખાતેની સાયન્સ સીટીની વિજ્ઞાનપ્રેમીઓની મુલાકાત હવે વધુ રસપ્રદ બનશે. સમગ્ર ભારતનું સૌથી મોટું એક્વેરિયમ ધરાવતી સાયન્સ સીટી 180 થી વધુ પ્રકારની માછલીઓ ધરાવે છે. 

    અમદાવાદ સાયન્સ સિટી એ વિશ્વની એક અનોખી વિજ્ઞાન નગરી છે કે જે બાળકોથી લઈને વૃદ્ધો સુધી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ આકર્ષણમાં હવે કેટલાક વધુ આકર્ષણ ઉમેરાવા જઈ રહ્યા છે. 

    107 હેક્ટરમાં ફેલાયેલી આ સાયન્સ સીટીની મુલાકાત ગુજરાતના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના બાળકો લઈ રહ્યા છે અને તે વિજ્ઞાનની વિસ્મયભરી દુનિયાનો અહેસાસ કરે છે. ગયા વર્ષે જ લગભગ 12 લાખથી વધુ મુલાકાતીઓ આ સાયન્સ સીટીની મુલાકાત લઈ ચુક્યા છે. સાયન્સ સિટી દ્વારા વિજ્ઞાન થકી રાષ્ટ્રવિકાસનું પ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર થતુ જોવા મળે છે. ભારતની ભાવિ પેઢી એટલે કે બાળકોને રોમાંચિત કરતા અનેક આકર્ષણો અહીં મોજુદ છે. 

    સાયન્સ સિટી ખાતે 11 હજાર સ્કેવર મીટર વિસ્તારમાં અત્યાધુનિક રોબોટિક ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં 79 પ્રકારના 200થી વધુ રોબોટ છે. એક્વેટિક ગેલેરી અત્યાધુનિક સિસ્ટમથી સજ્જ છે, જે ભારતનું સૌથી મોટું એક્વેરિયમ છે. અહીં 20 એકરમાં પથરાયેલ નેચર પાર્ક છે કે જ્યાં 380થી વધુ  પ્રજાતિઓ જોવા મળે છે. આ ઉપરાંત, એમ્પી થિયેટર, એનર્જી એજ્યુકેશન પાર્ક, હોલ ઓફ સાયન્સ, હોલ ઓફ સ્પેસ, પ્લેનેટ અર્થ, થ્રીલ રાઈડ્સ જેવા આકર્ષણો મુલાકાતીઓને વૈજ્ઞાનિક સમજ અને જ્ઞાનમાં વધારો કરે છે.  
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-06-2025 Max Temp : °C Min Temp : °C
apply