Skip to main content
Settings Settings for Dark

સારુ સ્વાસ્થ્ય રાખવા ફેમીલી ડોક્ટર નહી પણ ફેમીલી ફાર્મરની જરૂર : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

Live TV

X
  • જૂનાગઢ ખાતે રાજયપાલના અધ્યક્ષ સ્થાને , SPNF કાર્યશાળા યોજાઇ , કાર્યશાળામાં ખેડુતોએ પ્રાકૃતિક ખેતીના અનુભવો વર્ણવ્યા.

    રાજયપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓથી , જળ , જમીન , અને પર્યાવરણને વ્યાપક નુકશાન થયુ છે. જેનાથી લોકોનું આરોગ્ય કથળ્યુ છે. લોકો અનેક પ્રકારની બીમારીઓનો ભોગ બન્યા છે. આ બધામાંથી મૂકિત મેળવવાનો રામબાણ ઇલાજ , સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી છે. રાજયપાલ શ્રી એ ઉમેર્યું હતું કે, હાલના સમયમાં સ્વાસ્થ્ય સારૂ રાખવા માટે ફેમીલી ડોકટરની નહીં , પરંતુ ફેમીલી ફાર્મરની આવશ્યકતા છે. આ સંદર્ભે તેમણે જણાવ્યુ , કે વિશ્વમાં ગાયથી વધુ પરોપકારી , કોઇ પ્રાણી નથી. એક દેશી ગાયની મદદથી , ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થઇ શકે છે. જમીન બંજર થતી અટકી , ઉત્પાદન શકિત વધશે. ખેત ઉત્પાદનના વધુ ભાવ મળશે. ખેતી ખર્ચ , અને પાણીનો વપરાશ ઘટશે. ગાયના દુધથી , બાળકો બળવાન અને બુધ્ધિશાળી થશે. લોકોનું આરોગ્ય સુધરશે , અને ખેડુતોની આવક બમણી થશે

    જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટી ખાતે કુદરતી ખેતી વિશેની કાર્યશાળાને સંબોધતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સૌરાષ્ટ્રના 10 જિલ્લામાંથી આવેલા ખેડૂતોને કહ્યું હતું કે, ‘તમે પ્રાકૃતિક ખેતી થકી એવો માહોલ ઉભો કરો કે શહેરોનાં દરેક પરિવારને એક ફેમિલી ખેડૂત હોય.’ કૃષિ યુનિ. ખાતે આત્મા પ્રોજેક્ટ દ્વારા યોજાયેલી કાર્યશાળામાં રાજ્યપાલે ખેડૂતોને દેશી જાતની ગાયોના છાણ અને ગૌમૂત્રમાંથી બનતા જીવામૃતનો ખેતીમાં ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે ખેડૂતો સાથે સ્ટેજ પરથી જ સવાલો પૂછી અને જવાબો મેળવીને વાર્તાલાપ કર્યો હતો. પ્રાકૃતિક ખેતી થકી તમારી આવક પણ બમણી થશે એમ પણ તેમણે જણાવ્યું હતું. સુભાષ પાલેકર નેચરલ ફાર્મિંગના માસ્ટર ટ્રેનર્સે આ કાર્યશાળામાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન અપાયું હતું. વિવિધ જિલ્લાઓના ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી થકી મળેલા પરિણામોના અનુભવો વર્ણવ્યા હતા તથા રાજ્યપાલે તમામનું સન્માન પણ કર્યું હતું.

    રાજ્યપાલે કહ્યું હતું કે અગાઉના રાસાયણિક ખાતર કે જંતુનાશકો નહોતા ત્યારે કેન્સર કે ડાયાબિટીસ જેવા રોગો જોવા નહોતા મળતા જ્યારે હવે દવાખાના દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. રાજ્યપાલે હરિયાણાની પોતાની 200 એકર જમીન રાસાયણિક ખાતરને લીધે બંજર બની ગયા બાદ પોતે પ્રાકૃતિક ખેતી અપનાવી હોવાનો અનુભવ વર્ણવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply