ઉઝબેકિસ્તાનના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે કરી મુખ્યમંત્રી રૂપાણી સાથે મુલાકાત
Live TV
-
ખેતી, ખાણખનિજ અને સૌર ઉર્જા અંગેના થયેલા કરારને આગળ વધારવા કવાયત. તાશ્કંદમાં યોજાનારા ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં ગુજરાતના વેપાર-ઉધોગના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળને સહભાગી થવા ઉઝબેકિસ્તાનનું નિમંત્રણ
મુખ્યમંત્રી વિજય રૂપાણીની , ગાંધીનગરમાં ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન , અદ્ખમ અર્કમોવે , શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે આગામી મહિનામાં તાશ્કંદમાં યોજાનારા ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં , ગુજરાતના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળને , સહભાગી થવા આમંત્રણ પણ આપ્યું હતું. મુખ્યમંત્રીએ આ આમંત્રણનો સ્વીકાર કરીને , એગ્રિકલ્ચર, માઇનિંગ , અને સોલાર સેક્ટર પર ફોક્સ કરતું ડેલિગેશન , આ સમિટમાં અવશ્ય સહભાગી થશે , તેમ જણાવ્યુ હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી , અને ગુજરાત ડેલિગેશનની ઉઝબેકિસ્તાનની ભૂતકાળની મુલાકાતના સંદર્ભમાં, ઉઝબેકિસ્તાન સાથે ગુજરાતના ઉદ્યોગકારોએ , વિવિધ ક્ષેત્રે જે ૫૯ જેટલા પ્રોજેક્ટ માટે સહભાગીતા કરી છે, તેની પ્રગતિની વિગતો પણ , અદ્ખમ અર્કમોવ એ , મુખ્યમંત્રીને આપી હતી.
