Skip to main content
Settings Settings for Dark

ખેડા : નકલી નોટોના કૌભાંડનો થયો પર્દાફાશ

Live TV

X
  • ખેડા જિલ્લા પોલીસે અગાઉથી મળેલી બાતમીના આધારે  નડિયાદમાં દરોડો પાડીને ભારતીય ચલણની રૂપિયા 17 લાખ 66 હજાર 500ની બનાવટી નોટો પકડી પાડી હતી. 

    ખેડા જિલ્લા પોલીસે અગાઉથી મળેલી બાતમીના આધારે  નડિયાદમાં દરોડો પાડીને ભારતીય ચલણની રૂપિયા 17 લાખ 66 હજાર 500ની બનાવટી નોટો પકડી પાડી હતી. આ નોટોને નડિયાદ - ડાકોર મેળામાં , સાચી નોટો તરીકે ચલણમાં ફરતી કરવાની હતી. એલસીબી અને એસઓજીના સ્ટાફ , તેમજ એફ.એસ.એલ. અધિકારી , અને પંચો સાથે , બાતમી વાળી જગ્યા ઉપર રેડ કરવામાં આવી હતી. તેમણે રાજુભાઇ શંકરભાઇ પરમાર , અને શૈલેન્દ્રસિંહ જનક સિંહ પરમારના મકાનમાંથી , એક કોથળીમાં રૂપિયા પાંચસોના દરની , ભારતીય ચલણની રૂપિયા 9 લાખ 70 હજાર ની 1 હજાર 940 બનાવટી નોટો પકડી પાડી હતી. વધુ પૂછપરછ દરમિયાન આરોપીઓએ , વાસુદેવ ગોવિંદ ભીમાણી સાથે , પૈસાની લેવડ દેવડ બાબતે મનદુખ થવાથી , તેમને ફસાવવા તેમના ઘરના પાછળના ભાગે , કોથળીમાં 500 ના દરની ભારતીય ચલણની , રૂપિયા 7 લાખ 96 હજાર 500ની 1 હજાર 593 બનાવટી નોટો મૂકી હોવાનું જણાવ્યું હતું. આ નોટો પણ કબ્જે લેવાઈ હતી. પોલીસે ત્રણ ઇસમોને અટકમાં લઈને , વધુ પૂછપરછ હાથ ધરી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply