સાળંગપુર હનુમાનજીને કાળી અને લીલી દ્રાક્ષના શણગાર સાથે ભવ્ય અન્નકૂટ ધરાવાયો
Live TV
-
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દર શનિવારે અલગ-અલગ પ્રસાદ ધરાવાય છે. આ શનિવારે દાદાને કાળી અને લીલી દ્રાક્ષનો ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે દર શનિવારે અલગ-અલગ પ્રસાદ ધરાવાય છે. આ શનિવારે દાદાને કાળી અને લીલી દ્રાક્ષનો ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો હતો.
મંદિરના સંતે જણાવ્યુ હતુ કે, હવે દ્રાક્ષની સીઝન શરુ થઈ છે ત્યારે આજે હનુમાનજીને 300 કિલોથી વધુની કાલી અને લીલી દ્રાક્ષનો અન્નકુટ ધરાવાયો હતો. આ અન્નકૂટમાં હનુમાનજીની મુર્તીને દ્રાક્ષનો અદ્ભુત શણગાર કરાયો હતો. હજારો દર્શનાર્થીઓએ આજે દાદાના ચરણોમાં શીશ જુકાવીને આશિર્વાદ મેળવ્યા હતા.
