Skip to main content
Settings Settings for Dark

ડાંગઃ પ્રકૃતિના દર્શન કરાવતી વઘઈ-બીલીમોરા નેરોગેજ હેરિટેજ ટ્રેન ચાલુ રહેશે

Live TV

X
  • આ પહેલાં રેલવે મંત્રાલયે નેરોગેજ ટ્રેનોને બંધ કરવાનો નિર્ણય લીધો હતો જેમાં ડાંગના વઘઈ થી નવસારીના બીલીમોરા જતી હેરિટેજ ટ્રેન પણ બંધ થવાની હતી. વઘઈ-બીલીમોરા નેરોગેજ હેરિટેજ ટ્રેન ખોટમાં ચાલતી હોવાથી તેને બંધ કરવાનો નિર્ણય લેવાયો હતો.

    આ હેરિટેજ અને સૌથી જૂની ટ્રેનને બંધ કરવાનો નિર્ણય લેવાતાં ડાંગ, નવસારી, વલસાડના લોકોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ હતી. પરંતુ સ્થાનિક લોકો તથા નવસારીના સાંસદ સી.આર. પાટિલ, વલસાડના સાંસદ કે.સી.પટેલ, ડાંગના ધારાસભ્ય વિજય પટેલ અને રાજકીય આગેવાનોએ સાથે મળી પશ્ચિમ રેલવે ડિવિઝનના જનરલ મેનેજરને આવેદન પત્ર આપ્યું હતું અને આ ટ્રેલ ચાલુ રાખવા રજૂઆત કરી હતી.

    રેલવે મંત્રાલયે લોક માંગણીને ધ્યાને રાખી ટ્રેન બંધ કરવાનો નિર્ણય માંડી વાળ્યો છે. સહ્યાદ્રીની પર્વતમાળા વચ્ચે થઈને પસાર થતી આ ટ્રેનમાં સફર કરવાથી પ્રકૃતિનો એક અનેરો આનંદ માણી શકાય છે. આ નેરોગેજ ટ્રેન ત્રણ રૂટ મિયાગામ, ચોરંડા, માલસર, ચારંડા જા, માટી કરાલ અને બીલીમોરા, વઘઈ વચ્ચે ચાલે છે. ત્રણેય રૂટ પરથી પસાર થતી ટ્રેનમાં બેસીને કુદરતી સૌંદર્યની મજા માણી શકાય છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply