અરવલ્લીઃ ટેકાના ભાવે બાજરીની ખરીદી, ખેડૂતોને મણના 430 રુપિયા ભાવ મળ્યો
Live TV
-
અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે બાજરીની ખરીદીની પક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ધનસુરામાં આવેલ સંઘના ગોડાઉન ખાતે અને બાયડ ખાતે ખેડૂતો મોટી સંખ્યામાં વેચાણ માટે આવ્યા હતા.
અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે બાજરીની ખરીદીની પક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ધનસુરામાં આવેલ સંઘના ગોડાઉન ખાતે અને બાયડ ખાતે ખેડૂતો મોટી સંખ્યામાં વેચાણ માટે આવ્યા હતા.
રાજ્ય સરકારે મગફળી, તુવેર જેવા વગેરે પાકોની ખરીદી બાદ હવે બાજરીની ખરીદી પણ ચાલુ કરી છે. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મણના 430 રુપિયાના ભાવે 8 હજાર કટ્ટા બાજરી ખરીદી છે. આ પહેલાં ખેડૂતોએ ટેકાના ભાવે બાજરી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ. જેમાં હવે નંબર પ્રમાણે ખેડૂતોને બોલાવવામાં આવી રહ્યા છે.