સાવરકુંડલા અને દમણના વરસાદ શરૂ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
Live TV
-
અમરેલીના સાવરકુંડલામાં ધીમીધારે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. લાંબા સમયથી વરસાદની રાહ જોતા હતા ખેડૂતો. તો વરસાદને લઇને અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે. બીજી તરફ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં લાંબા વિરામ બાદ ફરીથી વરસાદનું આગમન થતા વાતાવરણ આહલાદક બની ગયું હતું. દમણમાં સવારથી વાદળો છવાયેલા હતા. સવારે નવ વાગ્યાથી જ વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. દમણમાં અત્યાર સુધી ચોમાસાનો કુલ 388 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં હજી પણ ઘણા વિસ્તારોમાં વરસાદ ખેંચાયો છે. હવે દમણમાં વરસાદ શરૂ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
