હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી
Live TV
-
દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, તાપી, દાહોદમાં આવનારા 24 કલાકમાં વરસાદ પડવાની સંભાવના છે.
છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો વરસાદની રાહ જોઇ રહ્યા છે. ત્યારે હવે મેઘરાજા મહેરબાન થવાની તૈયારીમાં છે. અમદાવાદ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, તાપી, દાહોદમાં આવનારા 24 કલાકમાં વરસાદ પડવાની સંભાવના છે. અને ત્યાર બાદ વરસાદની માત્રામાં સતત વધારો થશે. જેમાં દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં પણ 4 દિવસ સુધીમાં વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે.
