સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને કમલમ ગાંધીનગર ખાતે બજેટ અંગે બેઠક યોજાઈ
Live TV
-
ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના અધ્યક્ષસ્થાને કમલમ ગાંધીનગર ખાતે બજેટને લઈને એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વ્યાપારી સંગઠનો પણ જોડાયા હતા. આત્મનિર્ભર ભારતને મજબૂત કરવા માટેના બજેટને લોકોએ આવકાર્યું. ગુજરાતના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું કે આ બજેટ અંગે લોકો સાથે પણ ચર્ચા કરી હતી. કોરોના કાળ વચ્ચે બજેટ પસાર થતાં લોકોએ રાહત અનુભવી હતી.વધુમાં તેમણે જણાવ્યું કે કોરોના કાળમાં વૃદ્ધોને પેન્શન પહોંચાડાયું 75 વર્ષ કે તેથી વધુ વયના લોકોને ટેક્સમાં રાહત આપી તો સ્વાસ્થ્ય ક્ષેત્રમાં 137 ટકાનો વધારો અપાયો. બેઠકમાં કેન્દ્રના રાજ્ય કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ જોડાયાં હતા. તેમણે બજેટને ગ્રામીણ ક્ષેત્રે અને કૃષિ ક્ષેત્રે વિકાસલક્ષી જણાવ્યું.