સીમ્સ હોસ્પિટલમાં અમિત શાહની હાજરીમાં એડવાન્સમેન્ટ એન્ડોલોજી કોન્ફરન્સ યોજાશે
Live TV
-
16 ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવવાના છે. આ એક દિવસના પ્રવાસમાં અમિત શાહનો આણંદ અને અમદાવાદમાં કાર્યક્રમ યોજાવાનો છે. બપોરે સાડા 12 વાગ્યે સાણંદમાં ચાંગોદર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બપોરે અઢી વાગ્યે આણંદની વલ્લભવિદ્યાનગર યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહમાં હાજર રહેશે. સાંજે પોણા 5 વાગ્યે અમદાવાદના પાલડીમાં આવેલા ટાગોર હોલમાં મહારાષ્ટ્રીયન સમાજના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ સાંજે 6 વાગ્યે અમદાવાદના સીમ્સ હોસ્પિટલ ખાતે છઠ્ઠી એડવાન્સમેન્ટ એન્ડોલોજી કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે.
મહત્વનું છે કે સીમ્સ હોસ્પિટલ ખાતે 15થી 17 ડિસેમ્બર સુધી છઠ્ઠી એડવાન્સમેન્ટ એન્ડોલોજી કોન્ફરન્સનું આયોજન કરાયું છે. જેનો શુભારંભ 16 ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં કરાશે. આ કોન્ફરન્સમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ એન્ડોલોજી અને યુરોલોજિસ્ટ ક્ષેત્રે સંશોધન કરેલા તબીબી સંશોધન પત્રો અને ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટેનું એક પ્લેટફોર્મ બની રહેશે, આ કોન્ફરન્સમાં વિશ્વભરના 550 થી વધુ યુરોલોજીસ્ટ ભાગ લઈ રહ્યા છે. આ કોન્ફરન્સમાં 25થી વધુ લાઈવ સર્જરી દર્શાવવામાં આવશે. આ કોન્ફરન્સમાં 70 થી વધુ પ્રતિષ્ઠિત નેશનલ ફેકલ્ટીના સભ્યો સાથે 22 થી વધુ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ફેકલ્ટીના સભ્યો ભાગ લેશે. આ તમામ તબીબી યુરોલોજિસ્ટ સર્જરી નિશુલ્ક કરવામાં આવશે.