Skip to main content
Settings Settings for Dark

સુત્રાપાડામાં 'કેસરીયો' લહેરાયો: 24 માંથી 24 બેઠકો પર ભવ્ય વિજય સાથે ભાજપે રચ્યો ઇતિહાસ

Live TV

X
  • સોમનાથ જિલ્લાના રાજકારણમાં આજે એક નવો સૂર્યોદય થયો છે. સુત્રાપાડા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના પરિણામોએ સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેંચ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ તેના મજબૂત સંગઠન અને વિકાસકાર્યોના દમ પર નગરપાલિકાની તમામ 24 માંથી 24 બેઠકો પર વિજય ધ્વજ લહેરાવીને વિરોધ પક્ષ કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોનું અસ્તિત્વ મિટાવી દીધું છે. સુત્રાપાડાના ઈતિહાસમાં 1988 થી આ પ્રથમ એવી ક્ષણ છે જ્યારે કોઈ પક્ષે 100 ટકા બેઠકો સાથે ક્લીન સ્વીપ કર્યું હોય.

    ચૂંટણીના પરિણામો સ્પષ્ટ કરે છે કે સુત્રાપાડાની જનતાએ આ વખતે જ્ઞાતિવાદ કે નકારાત્મક રાજનીતિને ફગાવી દઈને માત્ર 'વિકાસની રાજનીતિ' પર મહોર મારી છે. ખાસ કરીને લઘુમતી બહુલ વિસ્તારોમાં પણ ભાજપના ઉમેદવારોને જનતાએ ઉમળકાભેર વધાવ્યા છે. ભાજપની "સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ" ની નીતિ આ જીતનો મુખ્ય આધારસ્તંભ બની છે.

    ચૂંટણીના સૌથી વધુ ચર્ચિત પરિણામોમાં વોર્ડ 1 થી 6 માં વોર્ડ નંબર ૫ મોખરે રહ્યો છે. અહીં ભાજપના દિગ્ગજ ઉમેદવાર અજય બારડ અને તેની પેનલ ને 1350 થી વધુ મતોની જંગી સરસાઈ મેળવીને નવો કિર્તીમાન સ્થાપ્યો છે. આ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારોની એટલી કારમી હાર થઈ છે કે

    તેઓ પોતાની ડિપોઝિટ પણ બચાવી શક્યા નથી, જે ભાજપ તરફી પ્રચંડ લોકજુવાળ દર્શાવે છે.

    સુત્રાપાડાના પનોતા પુત્ર અને ગુજરાત સરકાર ની પૂર્વ કેબિનેટ મંત્રી જશા બારડ એ પોતાના વર્ષોના અનુભવથી ચૂંટણીની ગણતરી પૂર્વક વ્યૂહરચના ઘડી હતી. તેમનું માર્ગદર્શન કાર્યકરો માટે ઉર્જા સ્ત્રોત બન્યું હતું. ભારતીય જનતા પાર્ટી ના જામનગર જિલ્લા પ્રભારી યુવા નેતા દિલીપ બારડ એ આક્રમક કાર્યશૈલી અને દરેક વોર્ડમાં 'માઇક્રો પ્લાનિંગ' દ્વારા ચૂંટણીની કમાન સંભાળી હતી. કાર્યકરો સાથેનો તેમનો સીધો સંવાદ અને યુવાનોને સંગઠિત કરવાની તેમની ક્ષમતાએ વિજયને ભવ્ય બનાવ્યો છે

    દિલીપ બારડ અને શહેર ભાજપ પ્રમુખ સુરસિંહ મોરી, શહેર સંગઠનની ટીમ અને જિલ્લા સંગઠનના માર્ગદર્શન હેઠળ ભાજપે જે આધુનિક સુત્રાપાડાનું સપનું જોયું છે, તેને હવે સાકાર કરવાનો સમય પાકી ગયો છે. નવનિર્વાચિત ઉમેદવારોએ વિશ્વાસ અપાવ્યો છે

    પરિણામો જાહેર થતા જ સમગ્ર સુત્રાપાડા પંથક કેસરીયા રંગે રંગાયું હતું. ભવ્ય વિજય સરઘસમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. ઠેર-ઠેર આતશબાજી અને ઢોલ-નગારાના તાલે કાર્યકરો ઝૂમી ઉઠ્યા હતા. દિલીપ બારડે આ જનાદેશને 'જનતાનો પવિત્ર આદેશ' ગણાવીને તમામ મતદારો, યુવાનો અને વિવિધ સમાજના આગેવાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply