Skip to main content
Settings Settings for Dark

સુરતઃ એક બિલ્ડિંગ ગંજીફાના પાનાની જેમ ઢળી પડી, કોઈને ઈજા નહીં

Live TV

X
  • આ દરમિયાન અચાનક જ ચાર માળની બિલ્ડિંગનો એક ભાગ ગંજીફાના પાનાની જેમ પડી ગયો હતો.

    સુરત શહેરના ઘોડદોડ રોડ પર આવેલા આદેશ્વર સોસાયટી વિભાગ - Bના ખાલી બિલ્ડિંગને પોકલેન્ડ મશીનની મદદથી ઉતારવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન અચાનક જ ચાર માળની બિલ્ડિંગનો એક ભાગ ગંજીફાના પાનાની જેમ પડી ગયો હતો.

    જો કે સદનસીબે બિલ્ડિંગ ખાલી હોવાથી અને એ જગ્યા પર કોઈ શ્રમિક ન હોવાથી કોઈને ઈજા પહોંચી ન હતી અને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ન હતી. આ બિલ્ડિંગ ધરાશાયી થઈ તેનો વીડિયો મોબાઈલમાં કેદ થતા વીડિયો પણ વાયરલ થયો છે. રસ્તા અને બિલ્ડિંગ વચ્ચે પતરાની આડસ મારવામાં આવી હતી. બિલ્ડિંગ પડવાથી આ પતરાંની આડસ અને એક ઝાડ પણ તૂટી પડ્યું હતું.

    સુરત શહેરના ઘોડદોડ રોડ પર આવેલા આદેશ્વર સોસાયટીના વિભાગ બીમાં ખાલી બિલ્ડીંગને તોડીને ઉતારવાનું કામકાજ ચાલી રહ્યું હતું. તે દરમિયાન જ બિલ્ડીંગનો એક ભાગ ધડાકાભેર તૂટી પડી હતી. શુક્રવારે સાંજે બિલ્ડીંગ તૂટવાની દુર્ઘટના સર્જાઈ ત્યારે સદનસીબે કોઈ હાજર ન હોવાથી કોઈ ઈજા જાનહાનિ થઈ નહોતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply