Skip to main content
Settings Settings for Dark

સુરતઃ GSRTC દ્વારા 480 એક્સ્ટ્રા બસો દોડાવશે 

Live TV

X
  • એન્કર:સુરત હોળીના તહેવારને અનુલક્ષી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સુરત ખાતેથી વધારાની 480 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. જેથી સુરતમાં વસતા સૌરાષ્ટ્ર સહિત રાજ્ય બજરના લોકોને લાભ મળશે.

    સુરત હોળીના તહેવારને લઇ  શહેરમાં વસતા લોકો પોતાના વતન જતા હોય છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ સુરત વિભાગ દ્વારા પ્રતિ વર્ષ ની જેમ આ વર્ષ પણ હોળીના તહેવારને લક્ષી સુરતમાં વસતા દાહોદ-ઝાલોદ પંચમહાલ અમદાવાદના પ્રવાસીઓ માટે વધારાની બસો ઉપાડવાનો આયોજન કરવામાં આવ્યું છે. 

    ગત વર્ષ 401 વધુ બસોના ફેરા મૂકવામા આવ્યા હતા. જેને સારો પ્રતિસાદ મળવાથી આ વર્ષ પણ 480 એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. તારીખ 05મી માર્ચ 08 માર્ચ દરમિયાન બપોરે 04 થી રાત્રે 11 વાગ્યા સુધી સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનના સામેના મેદાન પરથી એક્સ્ટ્રા બસો ઉપડશે. 

    પ્રવાસીઓ ટીકીટ બુકિંગ સેન્ટ્રલ એસ.ટી બસ સ્ટેશન, અડાજણ બસ સ્ટેશન, કામરેજ બસ સ્ટેશન, સુરત લિનીયર સ્ટેન્ડ તેમજ  તમામ બસ સ્ટેશનો સહિત એસ.ટી દ્વારા નિમવામાં બુકિંગ એજન્ટો, GSRTC ઓફિસિયલ ટિકિટ બુકિંગ મોબાઇલ એપ અને એસટી  નિગમની વેબસાઈટ www.gsrtc.in ઉપરથી ઓનલાઇન ટિકિટ મેળવી શકાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply