દેશમાં પ્રથમ વખત અમદાવાદ પોલીસ ફોર્સને મળ્યું ISO સર્ટિફિકેટ
Live TV
-
ઝડપી ગુના નિવારણ, ટ્રાફિક વ્યવસ્થા, તકેદારી સહિતના મુદ્દે સારી કામગીરી બદલ મળ્યું સન્માન
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ શહેરના રાજય સરકાર હસ્તકના ૪ તળાવોનો વિકાસ કરવા માટે આ તળાવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિના મૂલ્યે સોંપવાનો નિર્ણય કર્યો છે. સિટી બ્યુટીફિકેશન માટે તથા આ તળાવોની આસપાસના વિસ્તારના નાગરિકોને હરવા-ફરવા અને મનોરંજન માટેના પર્યાવરણ પ્રિય સ્પોટ તરીકે મહાનગરપાલિકા આ તળાવોનો વિકાસ કરશે.
વટવાના વાંદરવટ તળાવ, છારોડીના સરકારી તળાવ તેમજ ગોતામાં ગામ તળાવ અને શીલજમાં સરકારી તળાવ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે. દેશમાં પ્રથમવાર કોઈ પોલીસ ફોર્સને ISO સર્ટિફિકેટ મળ્યું છે.
ગર્વની વાત છે કે આ સર્ટિફિકેટ અમદાવાદ પોલીસને મળ્યું છે.એટલે ગુજરાત પોલીસ માટે પણ આ ગર્વનો વિષય છે. અમદાવાદ શહેર પોલીસને ISO પ્રમાણિત ,સર્ટિફાઈડ ફોર્સનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. ફરિયાદોનું નિરાકરણ, તકેદારી, ઝડપી ગુના નિવારણ, કાયદો અને વ્યવસ્થા સાથે જ ટ્રાફિક વ્યવસ્થા અને ઉચ્ચતમ કામગીરી બદલ શહેર પોલીસને આ સર્ટિફિકેટ અપાયું છે.
