સુરત,નવસારી,વલસાડ અને ભરૂચમાંથી 78,971 લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાયા
Live TV
-
SDRFની 6 અને NDRF ની 13 ટીમ તૈનાત, NDRF વધુ પાંચ ટીમ એર લીફ્ટ કરાશે, રાહત કમિશનર, હર્ષદ પટેલે આપી માહિતી
નિસર્ગ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નથી ટકરાવાનુ.. પણ વાવાઝોડાની અસર ગુજરાત પર ચોક્કસ જોવા મળશે તેવુ હવામાન વિભાગે જણાવ્યુ છે..જેને લઈ રાજ્ય સરકાર સક્રિય થઈ છે. વાવાઝોડાની વલસાડ, નવસારી, સુરત, ભરૂચમાં સૌથી વધુ અસર થશે. રાહત કમિશનરે જણાવ્યું છે કે, દરિયા કિનારે વાવાઝોડું નહીં ટકરાય. સુરતમાં 1000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે. સુરત,નવસારી,વલસાડ અને ભરૂચમાંથી 78,971 લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાયા આ ઉપરાંત તેઓએ કહ્યું કે, આગામી 6 કલાકમાં વાવાઝોડું ગંભીર સ્વરૂપ લેશે. તીવ્ર દબાણમાંથી ચક્રવાતી વાવાઝોડું બનશે..વાવાઝોડાને લઈ કાંઠા વિસ્તારમાં NDRFની 13 અને SDRFની 6 ટીમ તહેનાત કરવામાં આવી છે. અને NDRFની વધુ 5 ટીમ એરલિફ્ટ
કરવામાં આવશે. આ ઉપરાંત કોવિડ 19ના કારણે માસ્ક અને સેનેટાઈઝરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
