સુરતના સુવાલી દરિયાકિનારે બે દિવસીય બીચ ફેસ્ટિવલનું કરાયું આયોજન
Live TV
-
દરિયાકિનારાના પ્રવાસ સ્થળોને પ્રોત્સાહન આપવાના હેતુથી સુરતના સુવાલી દરિયાકિનારે 24 અને 25 બે દિવસીય બીચ ફેસ્ટિવલ – 2024નું આયોજન કરાયું. આ બીચ ફેસ્ટીવલના આયોજન અર્થે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પ્રસંગે વન-પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ હાજર રહ્યા હતા.
ગુજરાત પ્રવાસ નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત બે દિવસીય ફેસ્ટીવલમાં ઊંટ અને ઘોડેસવારી, ક્રાફ્ટ સ્ટોલ, ફૂડ કોર્ટ, ફોટો કોર્નર, દેશી રમત-ગમત, સાહિત્યક કાર્યક્રમો, ડાયરાની રમઝટ અને દરિયા કિનારાના આહલાદક માહોલને માણવાની લોકોને તક મળશે.
