સુરતની કંપનીના કર્મચારીઓમાં અનોખી રાષ્ટ્રભક્તિ, કામ કરતા પહેલા ગાય છે રાષ્ટ્રગીત!
Live TV
-
આ ટેક્ષટાઈલ કંપનીમાં કામ કરતા 2500 લોકો રોજ પોતાનું કામ શરૂ કરતા પહેલા રાષ્ટ્રગીત ગાય છે અને પછી જ પોતાની કામની શરૂઆત કરે છે.
સુરતની એક ટેક્સટાઇલ કંપનીમાં કામ કરતા લોકોમાં અનોખી રાષ્ટ્રભાવના જોવા મળી રહી છે. આ ટેક્ષટાઈલ કંપનીમાં કામ કરતા 2500 લોકો રોજ પોતાનું કામ શરૂ કરતા પહેલા રાષ્ટ્રગીત ગાય છે અને પછી જ પોતાની કામની શરૂઆત કરે છે.
વર્ષ 2016થી આ કંપનીમાં આ અનોખા કાર્યની શરૂઆત કરવામાં આવી છે. આ રાષ્ટ્રગાન કાર્યક્રમમાં કંપનીમાં કાર્યરત તમામ સ્તરના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સિક્યોરીટી ગાર્ડ સુધીના બધા જ લોકો કામની શરૂઆત પહેલા રાષ્ટ્રગીત ગાય છે.
કંપનીના માલિક સંજય સરવાણી જણાવે છે કે દિવસની શરૂઆત રાષ્ટ્રગીતથી કરવાથી રાષ્ટ્રભાવના પ્રબળ બને છે. ઉપરાંત લોકોની પોતાના કામ પ્રત્યેની પ્રામાણિકતા પણ વધે છે. જેના પગલે મિલમાં ઉત્પાદન પણ સારું થાય છે.
મિલમાં જ્યારથી આ પરંપરાની શરૂઆત થઇ છે, ત્યારથી બધા જ કર્મચારીઓમાં શિસ્ત વધી છે તેવું પણ માલિકનું કહેવું છે. ઉપરાંત અહીંના કર્મચારીઓ બીજે ક્યાંય કામે જાય તો ત્યાં પણ આવો આગ્રહ રાખવાનો પ્રયત્ન કરે છે અને કરાવે છે.