સુરતમાં યુવાનોને નોકરી આપવાના બહાને છેતરપિંડી
Live TV
-
રૂપિયા 6, 82,922ની છેતરપિંડીમાં 4 આરોપીઓની ધરપકડ
સુરતમાં યુવાનોને નોકરી આપવાના બહાને નાણાકીય છેતરપિંડી આચરવાની ઘટના સામે આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચના એડીશનલ સીપી શરદ સિઁઘલે જણાવ્યું હતું કે, ટેલિગ્રામમાં પાર્ટ ટાઈમ જોબ આપવાનું જણાવીને હોટલ રૂમ બુકિંગ કરીને સારું કમિશન આપવાનું કહીને આરોપીઓએ રૂપિયા 6, 82,922 પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. જે મામલે આરોપી સંજય પટેલ, પિયુષ પરમાર, ભરત ભરવાડ અને અમિત જીવાણીની ધરપકડ કરીને સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.