સુરત ખાતે ઓડીસા સમાજ દ્વારા ઓડીસા પ્રભા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
Live TV
-
સુરત ખાતે ઓડીસા સમાજ દ્વારા આયોજિત ઓડીસા પ્રભા સાંસ્કૃતિક કાર્યક્રમ
સુરત ખાતે ઓડીસા સમાજ દ્વારા આયોજિત ઓડીસા પ્રભા સાંસ્કૃતિક કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતના સર્વગ્રાહી વિકાસમાં રોજગાર, અને વ્યાપર અર્થે ,અહીં સ્થાયી થયેલા પર પ્રાંતિયોનું મહત્વ પૂર્ણ યોગદાન રહ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે ગુજરાત આજે લેન્ડ ઓફ ઓપોર્ચયુનિટી બની ગયું છે અને ઉદ્યોગ સાહસિકો અને રોકાણકારો માટે પ્રથમ પસંદગી બન્યું છે. જેની પાછળનું મુખ્ય કારણ ઔદ્યોગિક શાંતિ અને સલામતી સાથે આંતર માળખાકીય સુવિધો સુદ્રઢ કાયદા વ્યવસ્થા, ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ નીતિ છે. આ પ્રસંગે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને ઠક્કર બાપા સહિતના મહાનુભાવોના , ઓરિસ્સા સાથેના સંબંધ વિષે રસ પ્રદ વિગતો આપી હતી. આ પ્રસંગે વન મંત્રી ગણપત સિંહ વસાવા અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ઈશ્વર ભાઈ પરમાર ઉપરાંત મોટી સંખ્યા માં ઓરિસ્સા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા