વડોદરાથી ઇન્દોર અને વડોદરાથી જયપુર વચ્ચે વિમાની સેવાનો પ્રારંભ
Live TV
-
વડોદરા વાસીઓને જન્માષ્ટમી પૂર્વે મોટી ભેટ મળી.
વડોદરા વાસીઓને જન્માષ્ટમી પૂર્વે મોટી ભેટ મળી. કેન્દ્ર સરકારે બે નવાં શહેરોને જોડતી વિમાન સેવા ભેટ આપી છે. જેમાં વડોદરાથી ઇન્દોર અને વડોદરા થી જયપુર વચ્ચે ની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડોદરાના સાંસદ, નાગરિક અને ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુને વડોદરામાં નવી ફલાઈટ શરૂ કરવા માટે રજુઆત કરવામાં આવી હતી. જેના પગલે કેન્દ્ર સરકારે વડોદરા માટે ચાર નવી ફલાઈટ મંજુર કરી છે. વડોદરા એરપોર્ટ પર સાંસદ રંજન બેન ભટ્ટના હસ્તે વડોદરા-જયપુર અને વડોદરા ઈંદોરની ફલાઈટની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે, સાંસદ રંજન બેન ભટ્ટે યાત્રીઓને, બોર્ડિગ પાસ આપી સ્વાગત કર્યુ હતું. તેમણે જણાવ્યું કે શહેર વાસીઓને આગામી સમયમાં વધુ 2 ફલાઈટ કનેક્ટીવીટ પણ મળશે.