Skip to main content
Settings Settings for Dark

સુરત જિલ્લા કલેક્ટર દ્વારા મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા-2022માં લોકોને ભાગ લેવાની અપીલ

Live TV

X
  • ભારતીય ચૂંટણીપંચ દ્વારા તા.1/1/2022 ની લાયકાતની તારીખના રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉમર પૂર્ણ કરતા હોય તેવા નાગરિકો મતદાર યાદી નામ નોંધાવી શકશે

    ભારતના ચૂંટણીપંચ દ્વારા ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા-2022 માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવા તમામ યુવાનો મતદાર યાદીમાં નામ નોંધાવે,  તે માટે સુરત જિલ્લા કલેક્ટર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, ભારતીય ચૂંટણીપંચ દ્વારા તા.1/1/2022ની લાયકાતની તારીખના રોજ 18 વર્ષ કે તેથી વધુ ઉંમર પૂર્ણ કરતા હોય તેવા નાગરિકો  મતદાર યાદી નામ નોંધાવી શકશે. નવેમ્બર મહિના દરમિયાન મતદારો  મતદારયાદીમાં નામ નોંધણી, નામ રદ્દ કરવા, કોઈ નામની સામે વાંધો લેવા, નામ કે અન્ય વિગતો સુધારવા માટે સંબધિત નિયત નમુનાના ફોર્મ ભરી જરૂરી આધાર પુરાવાઓ સાથે તેમના રહેઠાણ વિસ્તારના મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી અથવા બુથ ઓફિસરોને હક્ક દાવાઓ રજુ કરી શકશે. તા.05/01/2022ના રોજ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ કરવામાં આવશે તેમ જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. જિલ્લા કલેકટર આયુષ ઓકે જણાવ્યું કે, મતદારોમાં નામ દાખલ, કમી કે વિગતોમાં સુધારા માટેના ઓનલાઈન માધ્યમો દ્વારા પણ કરી શકાશે. મતદારો www.nvsp.in અથવા www.voterportal.eci.gov.in અથવા www.ceo.gujarat.gov.in પર મતદારયાદીમાં નામ છે કે નહી તેની ચકાસણી કરવા અને નામ દાખલ, કમી અને સુધારાની નવી અરજીઓ કરી શકશે. Voter helpline app મોબાઈલ એપ્લીકેશન પરથી મતદારયાદીમાં નામ છે કે, નહિ તેની ચકાસણી કરવા અને નામ દાખલ, કમી અને સુધારાની નવી અરજીઓ કરી શકાશે. હેલ્પલાઈન નંબર ૧1950 પરથી મતદારયાદી માટેની માહિતી મેળવી શકાશે. કલેકટરએ લોકોને મતદાર યાદીમાં નામ નોંધણી, સુધારા વધારા જેવી અનેકવિધ સુવિધાઓ માટે ઓનલાઈન એપ્લિકેશન લિંકનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. જેથી સરળતા રહેવા સાથે ભીડ અને કતારમાં ઉભા રહેવામાંથી મુક્તિ મળે. વરાછા, કતારગામ સહિતના વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાંથી આવીને  કાયમી સ્થાયી થયા હોય તેવા નાગરિકો સુરતની સ્થાનિક મતદાર યાદીમાં નામ નોંધાવવાનો આગ્રહ કલેક્ટરશ્રીએ કર્યો હતો. મતદારો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે તે માટે આઈ.ટી.આઈ. કોલેજ ખાતે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તમામ કોલેજોમાં યુવા મતદારોની નોંધણી માટે કેમ્પસ એમ્બેસેડરની નિમણુંક કરવામાં આવી છે. ખાસ ઝુંબેશના દિવસો તા.14 અને 21મી નવેમ્બરે રવિવારના દિવસે, તા.27 અને 28ની નવેમ્બરના ખાસ ઝુંબેશના દિવસોમાં સવારે 10 થી 5 વાગ્યા દરમિયાન નજીકના મતદાન મથકે બી.એલ.ઓ. હાજર રહીને ફોર્મ સ્વીકારશે. આ માટે મતદારોએ મતદારયાદીમાં નામ નોધવા, કમી કરવાના નિયત નમૂનાના ફોર્મ ભરી શકશે.  સુરત જિલ્લાના 16-વિધાનસભા મતદાર વિભાગોમાં  16 મતદાર રજીસ્ટ્રેશન ઓફિસરો, 93 આસિ. રજીસ્ટ્રેશન ઓફિસરો, 4546 બુથ લેવલ ઓફિસરો, 420 બી.એલ.ઓ. કાર્યરત છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2025 Max Temp : °C Min Temp : °C
apply