દીવમાં બેંકો દ્વારા લોન મેલાનું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
જેમાં દીવની અલગ અલગ 10 બેન્કની શાખાઓએ લાભ લીધો હતો
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં બેંકો દ્વારા લોન મેલાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં લોન ધારકોને 10 કરોડ સુધીની લોન આપવામાં આવી છે. ભારત સરકારના નિર્દેશાનુસાર SBI બેન્ક અને SBI રિજનલ વેરાવળ દ્વારા દીવ નગરપાલિકા સભાગારમાં ડેપ્યુટી કલેકટર હરમિન્દર સિંહની અધ્યક્ષતામાં ક્રેડિડ આઉટરrચ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દીવની અલગ અલગ 10 બેન્કની શાખાઓએ લાભ લીધો હતો. 16 ઓક્ટોબર થી 30 ઓક્ટોબર સુધી ક્રેડિડ આઉટરrચ પ્રોગ્રામમાં 68 લોન ધારકોને ડેપ્યુટી કલેકટર અને લીડ બેન્ક વેરાવળના નીરજ જોશીના હસ્તે ચેક આપવામાં આવ્યા હતા. ભારત સરકારની યોજના જેમાં ખેતી, હોમલોન, ગોલ્ડલોન વગેરેની દરેક બેંકો દ્વારા 10 કરોડની લોન આપવામાં આવી છે.