પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા શક્તિપીઠ અંબાજી ધામમાં મહાયજ્ઞનું આયોજન
Live TV
-
જ્યારે હવનમાં હાજર કેબિનેટ મંત્રી પ્રદીપ પરમારે ગુજરાતની જનતાને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી
પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા શક્તિપીઠ અંબાજી ધામમાં અંબાજી મંદિરના ચાચરચોકમાં ચાર દિવસીય મહાયજ્ઞનું આયોજન કરાયું હતું. બ્રાહ્નણો દ્વારા સમગ્ર વૈદિકમંત્રો દ્વારા ધાર્મિક વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ મહાયજ્ઞ દરમિયાન કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર, અમદાવાદ જગતનાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ સહિત અનેક સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ હવન દ્વારા રાજ્યભરમાં સુખ શાંતિ પ્રવર્તે અને કેબિનેટ મંત્રી પ્રદીપ પરમારે ગુજરાતની જનતાને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.