સ્ટેચ્યુ ઑફ યુનિટી-કેવડિયા ખાતે રાષ્ટ્રીય એક્તા દિવસની ગ્રાન્ડ પરેડનું યોજાયું રિહર્સલ
Live TV
-
દેશભરમાંથી વિવિધ સાયકલીસ્ટ, બાઈક રાઈડરો રવિવારે અહીં એકઠા થવાના છે.
એકતા-અખંડિતતાના આગ્રહી એવા લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ૩૧ ઑકટોબરને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે દેશભરમા ઉજવાય છે. આ વર્ષે દેશની આઝાદીના 75 વર્ષ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની પણ રાષ્ટ્રવ્યાપી ઉજવણી થઈ રહી છે ત્યારે સરદાર સાહેબની જન્મજયંતિ નીમિત્તે આગામી તા.૩૧ ઑકટોબરના રોજ રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી-કેવડિયા ખાતે થનાર છે આ કાર્યક્રમનું આજે ગ્રાન્ડ રિહર્સલ યોજાયુ હતું. દેશભરમાંથી વિવિધ સાયકલીસ્ટ, બાઈક રાઈડરો રવિવારે અહીં ઉજવણી માટે એકઠા થવાના છે.