Skip to main content
Settings Settings for Dark

સુરત: ડુમસમાં બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ પર પોલીસના દરોડા

Live TV

X
  •  સુરતમાં ડુમસ પોલીસે સુલ્તાનાબાદના ‘બાપુ જી કી વાડી’ ફાર્મહાઉસમાં,, દારૂની પાર્ટી પર દરોડા પાડી 22 લોકોની ધરપકડ કરી છે.. પોલીસે રાત્રે 2:30 વાગ્યે દરોડા પાડ્યા હતા. જેમાં 8 મહિલાઓ અને 14 પુરુષો ઝડપાયા હતા. પોલીસે 9 વાહનો, 24 મોબાઇલ ફોન સહિત એક લાખ રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે, પોલીસના જણાવ્યા મુજબ, રિદ્ધિ જરીવાલા નામની મહિલાની જન્મદિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.. હાલ, આ પાર્ટીમાં દારૂ ક્યાંથી આવ્યો હતો તેમજ અન્ય સામેલ લોકોની ભૂમિકા અંગે,, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

    પાર્ટીમાં પકડાયેલા લોકો અલગ-અલગ ક્ષેત્રોમાં નોકરી-ધંધો કરે છે તેમજ કેટલાક યુવાનો કોલેજના વિદ્યાર્થીઓ પણ છે. પોલીસે અટકાયત કરાયેલા તમામ 22 શખ્સોને મેડિકલ તપાસ અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-08-2026 Max Temp : °C Min Temp : °C
apply