મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ એરપોર્ટ પરથી અમેરિકા જવા રવાના
Live TV
-
મુખ્યમંત્રી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ - 2027 ના સંદર્ભે અમેરિકા અને કેનેડાના પ્રવાસે રવાના થયા. મુખ્યમંત્રી અમેરિકા અને કેનેડાના રોકાણકારો અને ઉદ્યોગ મંડળો સાથે બેઠકો કરીને ગુજરાતમાં વિદેશી મૂડીરોકાણ વધારવા માટે પ્રયાસો કરશે.
મુખ્ય સચિવ એમ.કે. દાસ, નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજન,ઉદ્યોગ અને ખાણ વિભાગનાં અધિક મુખ્ય સચિવ શ્રીમતી મમતા વર્મા, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર તેમજ મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે ઉપરાંત રાજ્યના ઉદ્યોગ વેપાર જગતનું પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીની સાથે આ વિદેશ પ્રવાસમાં સાથે રહેવાનું છે.
મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાત ડેલીગેશન અમેરિકામાં વોશિંગટન ડી સી, ન્યુયોર્ક ,સાન ફ્રાન્સિસ્કો તેમજ કેનેડામાં ટોરેન્ટોમાં ત્યાંના વિવિધ ઉદ્યોગ રોકાણ કારો, ઇમરજીંગ ટેકનોલોજી સેકટર ના અગ્રણીઓ અને ગુજરાતી સમુદાયો સાથે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ તેમજ વન ટૂ વન બેઠકો યોજીને ગુજરાતની વૈશ્વિક વિકાસ ગાથાની પ્રસ્તુતિ કરશે. આગામી જાન્યુઆરી 2027 માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માં જોડાવા માટેનું નિમંત્રણ પણ પાઠવશે. યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં જોડાવા માટેનું નિમંત્રણ પણ પાઠવશે.
