Skip to main content
Settings Settings for Dark

સ્વાતંત્ર્ય પર્વે રાહ તાલુકાને વિકાસની ભેટ: રૂ. ૨૦૯ લાખના વિવિધ જનકલ્યાણકારી કામોનું લોકાર્પણ

Live TV

X
  • વાવ-થરાદ જિલ્લાના નવરચિત રાહ તાલુકા ખાતે ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી બાદ અધ્યક્ષના હસ્તે રાહ તાલુકાના વિકાસને વધુ વેગ આપતા વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાહ ગામના કુલ રૂ. ૨૦૯ લાખના ૧૨ જનકલ્યાણકારી વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

    ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાહ ખાતે નિર્માણ થનાર નવા તાલુકા સેવા સદનના ભવનનું અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. નવરચિત રાહ તાલુકામાં નવા તાલુકા સેવા સદનના નિર્માણથી વિવિધ સરકારી સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી ઉપલબ્ધ બનશે. પરિણામે તાલુકાના ગામોના નાગરિકોને વહીવટી કામગીરી માટે વધુ સુવિધા મળશે અને સ્થાનિક સ્તરે વહીવટી વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે.

    આ પ્રસંગે અધ્યક્ષના હસ્તે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ વિકાસકામોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં રાહ પ્રાથમિક શાળામાં રૂ. ૧૩૮ લાખના ખર્ચે ૬ નવા ઓરડા તથા ૧૫ ઓરડાના સમારકામનું કામ અને રૂ. ૨૮ લાખના ખર્ચે પેટા આરોગ્ય કેન્દ્ર રાહ-૨ના કામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સાધુવાસમાં રૂ. ૫ લાખનું મજૂર કલ્યાણ કેન્દ્ર, નવી ગ્રામ પંચાયત આગળ રૂ. ૫ લાખનો શેડ, શિવ મંદિર આગળ રૂ. ૫ લાખના પેવર બ્લોક તથા ઉગમણા વાસમાં શિવ મંદિર પાસે રૂ. ૫ લાખના ખર્ચે સાંસ્કૃતિક કેન્દ્ર સહિતના વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

    રાહ ગામમાં આંતરિક માળખાકીય સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા ગામથી રેલવાળી શેરીએ રૂ. ૫ લાખનો કોઝવે, ખેતલાજી મંદિરની બાજુમાં ભલાસરા રસ્તે રૂ. ૨ લાખના પેવર બ્લોક, આથમણા વાસના દરબાર વાસમાં રૂ. ૫ લાખના સી.સી. રોડ, આથમણા પટેલ વાસમાં રૂ. ૫ લાખની ગટરલાઇન, ગામથી રેલવાળી શેરીએ રૂ. ૫ લાખના ખૂટતા કોઝવે તથા આથમણા વાસના શિવ મંદિર આગળ રૂ. ૧ લાખના પેવર બ્લોકના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સ્વાતંત્ર્ય પર્વના અવસરે તાલુકા સેવા સદનના ભૂમિપૂજન સાથે રૂ. ૨૦૯ લાખના વિકાસકામોની ભેટ મળતાં નવરચિત રાહ તાલુકાના સર્વાંગી વિકાસને નવી ગતિ મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-08-2026 Max Temp : °C Min Temp : °C
apply