સુરત રેપ વીથ મર્ડર: બાળકી-માતાની દુષ્કર્મ બાદ હત્યા, આરોપીએ કબૂલ્યું
Live TV
-
સુરત રેપ અને મર્ડર કેસના આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો. આરોપી હર્ષ સાંઇ ગુર્જરને શુક્રવારે રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી.
સુરતના પાંડેસરામાં બાળકી પર થયેલા દુષ્કર્મ બાદ હત્યાનો મામલે ક્રાઈમ બ્રાન્ચ આરોપી હર્ષ સાઈ ગુર્જરને અમદાવાદ લાવી હતી. ત્યાર બાદ ક્રાઈમ બ્રાન્ચે તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આરોપી હર્ષ સાઈ ગુર્જરે બાળકી અને માતાની હત્યા કરી હોવાની વાત કબૂલ કરી હતી. આરોપીના નિવેદન મુજબ, બાળકીની હત્યા પહેલા માતા અને બાળકી સાથે અવારનવાર દુષ્કર્મ કર્યું હતું. ત્યાર બાદ બાળકીની માતાને મોતને ઘાટ ઉતારી હતી. પરંતુ આ હત્યામાં બાળકી સાક્ષી હતી. આથી બાદમાં તેની પણ હત્યા કરી દીધી હતી. આ કેસમાં હર્ષ સિવાય વધુ હરિઓમ નામના એક આરોપીનું નામ સામે આવ્યું છે.
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપી હતી કે, રાજ્ય સરકારે ટેકનિકલ સોશિયલ મીડિયા તેમજ પોસ્ટર સહિત જાહેરાતો દ્વારા આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી. આરોપીની રાજસ્થાનના ગંગાનગરથી ધરપકડ કરવામાં આવી છે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં સરકાર આ કેસ ચલાવશે. આ કાર્યવાહીમાં 400 જેટલા પોલીસ અધિકારી અને કર્મચારીઓ સીધા જોડાયા હતા.
